અરજદારો સાથે સંવાદ સાધી સરકારી સેવાઓના અનુભવ જાણ્યા: AI બેઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું પણ કરાયું નિરીક્ષણમોરબી: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આજરોજ મોરબી RTO કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે કચેરી ખાતે ચાલતી વિવિધ કામગીરીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો આપ્યા હતા.કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા કચેરીમાં કાચા લાયસન્સની કામગીરી, કચેરીના મહેકમ તેમજ અન્ય રોજબરોજની કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી. ખાસ કરીને કચેરી ખાતે કાર્યરત અત્યાધુનિક 'એ.આઈ. બેઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક' ની કામગીરીનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન તેઓએ કચેરી ખાતે આવેલા અરજદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમને મળતી સરકારી સેવાઓ તેમજ ઓનલાઈન કામગીરી અંગેના તેમના અનુભવ જાણ્યા હતા. કલેક્ટરે RTO અધિકારી તપન મકવાણા અને ઉપસ્થિત કર્મચારીઓ સાથે દૈનિક કામગીરી અંગે ચર્ચા કરી હતી. કચેરી ખાતે આવતા અરજદારોને સરકારી સેવાઓનો ત્વરિત અને સરળતાથી લાભ મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવા અને ઓનલાઈન અરજીઓ કરતી વખતે અરજદારોને કોઈ મુશ્કેલી પડે તો તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, કચેરીના કમ્પાઉન્ડમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત સાફ-સફાઈ કરાવવા અંગે પણ જરૂરી સૂચનો આપ્યા હતા.#MorbiUpdate #MorbiCollector #MorbiRTO #RTOOffice #MorbiNews #PublicService #Inspection #Morbi