ઓફિસના ભાગમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી બિલ્ડીંગને લપેટમાં લીધીમોરબી અપડેટ: માટેલ રોડ પર આવેલી રોલસ્ટાર સિરામિક નામની ટાઇલ્સની મોટી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હવે તેને કાબૂમાં લેવા માટે રાજકોટ અને વાંકાનેરથી પણ ફાયરની ટીમ બોલાવવામાં આવી છે. મળેલી માહિતી મુજબ, રાજકોટ અને વાંકાનેરની આ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે.હાલમાં ઘટનાસ્થળે ફાયર વિભાગ દ્વારા 5 ફાયર વ્હીકલની મદદથી આગ પર કાબુ મેળવવાનો સઘન પ્રયાસ ચાલી રહ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ આગ ફેક્ટરીની ઓફિસના ભાગમાં આશરે 8:30 વાગ્યાની આસપાસ લાગી હતી. આગનું સ્વરૂપ એટલું મોટું છે કે તેને કાબૂમાં લેવાની કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંતુ આગ વિકરાળ હોવાથી રાજકોટથી એક અને વાંકાનેરથી પણ એક ફાયરની ટિમ બોલાવાય છે. જે ત્યાંથી રવાના થઈ છે. આ ટિમો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીને વધુ તેજ બનાવશે. #MorbiUpdate #Wankaner #FireIncident #RollstarCeramic #MorbiNews #GujaratNews #Morbi #RajkotFireBrigade