સર્વ હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત યાત્રામાં 20 સ્થળોએ મટકીફોડ અને 8 થી 9 આકર્ષક ફ્લોટ્સ: કાંતિલાલ અમૃતિયા, ઉત્તમ સુરાણી સહિતના આગેવાનો જોડાયામોરબી અપડેટ: મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. સર્વ હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના પાવન અવસરે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ શોભાયાત્રાનો રેલવે સ્ટેશન પાસે આવેલા જડેશ્વર મંદિરથી પ્રારંભ થયો છે.યાત્રાના પ્રારંભ બાદ સુપર ટોકીઝ પાસે ઉત્સાહભેર મટકી ફોડવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાનજી મંદિર, ગાંધી ચોક (પેટ્રોલ પંપ), શાક માર્કેટ, નહેરુ ગેઇટ અને ગ્રીન ચોક પરથી પસાર થશે. અંતમાં દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે આ યાત્રાની પૂર્ણાહુતિ થશે.શોભાયાત્રામાં અનેક આકર્ષણો જોવા મળી રહ્યા છે. સાથે જ અલગ-અલગ મંડળો દ્વારા શોભાયાત્રાના રૂટ પર કુલ 20 જેટલા સ્થળોએ મટકીફોડના કાર્યક્રમો યોજાશે. સાથે જ હિન્દુ ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતા 8 થી 9 જેટલા સુંદર ફ્લોટ્સ (ઝાખીઓ) પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ અને શિવસેના સહિતના વિવિધ સંગઠનો જોડાયા છે. યુવાનો અને કાર્યકરો દ્વારા જુદા જુદા કર્તબો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની આ ભવ્ય શોભાયાત્રામાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા છે.#MorbiUpdate #KrishnaJanmotsav #Janmashtami #MorbiNews #Shobhayatra #SarvaHinduSangathan #MatkiPhod #Morbi