પોલીસે રૂપિયા 13,230 ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના યુવાનની ધરપકડ કરી, ફરાર સાગરિતની શોધખોળ શરૂટંકારા (મોરબી અપડેટ): ટંકારા પોલીસે હમીરપર ગામ નજીકથી મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે હમીરપર ગામના પાટિયા પાસે આવેલી પવનચક્કી વાળી ધાર પાસેથી કાચા રસ્તા ઉપર બે શખ્સો નંબર પ્લેટ વગરના બાઈકમાં વિદેશી દારૂ લઈને પસાર થવાના છે. જેના આધારે પોલીસે કાળા કલરના હીરો ઇગ્નીટર મોટરસાયકલને અટકાવ્યું હતું. બાઈક ઉભું રાખતા જ પાછળ બેઠેલો શખ્સ ઉતરીને વાડીના કાચા રસ્તાનો લાભ લઈને નાસી ગયો હતો, જ્યારે બાઈક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જેન્તો ઉર્ફે જેન્તી દીતુદીયા ધાણક (ઉ.વ. 20, મૂળ રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ રહે. હમીરપરની સીમમાં) જણાવ્યું હતું. જ્યારે નાસી જનાર શખ્સ તેનો મિત્ર લખન ઉર્ફે લક્કડીયાભાઈ મોહનભાઈ ધાનક (મૂળ રહે. છોટાઉદેપુર, હાલ રહે. હમીરપરની સીમમાં) હોવાની કબૂલાત આપી હતી.પોલીસે બાઈકની ટાંકી પર રાખેલી થેલીમાંથી 'LONDON PRIDE PREMIUM WHISKY' માર્કાની 180 ml ની 19 શીલપેક બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત 3,230 રૂપિયા આંકવામાં આવી છે. દારૂની બોટલો અને 10,000 રૂપિયાનું મોટરસાયકલ મળીને પોલીસે કુલ 13,230 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. #MorbiUpdate #Tankara #Prohibition #CrimeNews #LiquorSeized #MorbiPolice