રથયાત્રા અને મટકીફોડના કાર્યક્રમો યોજાશે: એકત્ર થયેલા ફંડમાંથી ગામના ઝાપે પાણીનું પરબ બનાવાશેમોરબી અપડેટ: આગામી તારીખ 4 સપ્ટેમ્બર 2026 ને શુક્રવારના રોજ નારણકા ગામમાં 'નારણકા યુવા ગ્રુપ' દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવ અંતર્ગત ગામમાં સવારે 9:00 કલાકે ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થશે. ત્યારબાદ બપોરે 12:00 કલાકે કાનુડાના જન્મોત્સવ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવશે. જન્માષ્ટમીના આ કાર્યક્રમમાં એકત્ર થનાર ભંડોળમાંથી ગામના ઝાપે લોકોની સુવિધા માટે 'પાણીનું પરબ' બનાવવામાં આવશે. નારણકા યુવા ગ્રુપ દ્વારા સર્વે ગ્રામજનો અને ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Naranka #Janmashtami2026 #KrishnaJanmotsav #MatkiPhod #RathYatra #SocialWork #MorbiNews