વાંકાનેર : વાંકાનેર શહેરના દાણાપીઠ વિસ્તારમાં કિસ્મત ફરસાણ પાસે ગત તા.1ના રોજ રાત્રીના સમયે અગાઉ મિત્ર સાથે થયેલી બોલાચાલી ઝઘડામાં વચ્ચે પડનાર યુવકને આરોપીએ જુના ઝઘડાનો ખાર રાખી છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં પંચાસર રોડ પર નવાપરામાં રહેતા સાગરભાઈ ભુપતભાઇ પાટડીયાએ આરોપી શુભમ ભાટી રહે.વીસીપરા, વાંકાનેર વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદીના મિત્ર સાથે અગાઉ આરોપી શુભમ ભાટીને બોલાચાલી ઝઘડો થયો હોવાથી સાગર વચ્ચે પડ્યો હોય જે બાબતનો ખાર રાખી આરોપી સાગરે ગત તા.1ના રોજ દાણાપીઠમાં કિસ્મત ફરસાણ પાસે ઝઘડો કરી છરીના બે ઘા ઝીકી દીધા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.