30 સપ્ટેમ્બર સુધી ટેક્સ ભરપાઈ કરી વળતર મેળવી શકાશે, વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન ચૂકવણીની સુવિધા ઉપલબ્ધમોરબી અપડેટ: નાણાકીય વર્ષ 2026-27 માં મિલકતવેરાની ચુકવણી પર મળવાપાત્ર રીબેટનો લાભ મેળવવા માટે હવે માત્ર 27 દિવસ બાકી રહ્યા છે. જે મિલકતધારકોએ હજુ સુધી ચાલુ વર્ષનો મિલકતવેરો ભરપાઈ કર્યો નથી, તેઓ તારીખ 30/09/2026 પહેલાં પોતાનો બાકી મિલકતવેરો જમા કરાવી મળવાપાત્ર રીબેટનો લાભ મેળવી શકે છે.નાગરિકોને સુવ્યવસ્થિત અને ઝડપી સેવા મળી રહે તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન વેરો ભરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. મિલકતધારકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ https://mmcgujarat.in/ પરથી અથવા Play Store પર જઈ 'Morbi Municipal Corporation' સર્ચ કરીને મોરબી મહાનગરપાલિકાના લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. આ એપ તેમજ વેબસાઇટમાં પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરાના વિકલ્પમાં જઈ પોતાનો મિલકત નંબર નાખી સરળતાથી ઓનલાઇન ટેક્સ ભરી શકાય છે.હાલ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બહોળા પ્રમાણમાં કરદાતાઓ ઓનલાઇન ટેક્સ ભરી ડિજિટલ સેવાનો લાભ લઈ રહ્યા છે. રીબેટ મેળવવા માટે તારીખ 30/09/2026 અંતિમ દિવસ હોવાથી છેલ્લી ઘડીએ થતી ભીડ કે અસુવિધા ટાળવા માટે મિલકતધારકો વહેલી તકે મિલકતવેરો ભરપાઈ કરી યોજનાનો મહત્તમ લાભ લે તેવી મોરબી મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiMunicipalCorporation #PropertyTax #TaxRebate #MorbiNews #OnlineTaxPayment #MMC