બિલ્ડીંગ નંબર 36, 37 અને 38 ના લાભાર્થીઓને 7 દિવસમાં 51000 રૂપિયાનો ફાળો ભરવા તાકીદમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કામધેનુ બાયપાસ રોડ ઉપર સર્વે નંબર 1415 ની જગ્યામાં IHSDP યોજના (મુખ્યમંત્રી આવાસ યોજના) અંતર્ગત કુલ 608 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નિર્માણ પામેલા આવાસોની ફાળવણી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે.આ પ્રક્રિયાના ભાગરૂપે અગાઉ યોજાયેલા કોમ્પ્યુટર આધારિત ડ્રોની સફળ યાદીમાં સ્થાન પામેલા બિલ્ડીંગ નંબર 36, 37 અને 38 ના લાભાર્થીઓએ પોતાના ફાળા પેટે નિયત થયેલી કુલ રકમ 51000 રૂપિયા અથવા તો તેમાંથી બાકી રહેતી રકમ આગામી 7 દિવસની અંદર મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવા જણાવાયું છે. લાભાર્થીઓને સત્વરે મહાનગરપાલિકાની કચેરીનો સંપર્ક કરી નિર્ધારિત સમયમર્યાદામાં રકમ ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #MukhyamantriAwasYojana #MorbiMunicipalCorporation #HousingScheme #Morbi