રામજી મંદિરના ચોકમાં 230 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, ડાન્સ વિથ ડ્રામા દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈમોરબી અપડેટ : ભરતનગર ગામે આવેલી ભરતનગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામના રામજી મંદિરના ચોકમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં શાળાના 230 જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃષ્ણલીલા હતી. વિદ્યાર્થીઓએ કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને કંસ વધ સુધીના પ્રસંગો અને ચરિત્રોને 'ડાન્સ વિથ ડ્રામા' સ્વરૂપે ખૂબ જ સુંદર અને આકર્ષક રીતે ભજવ્યા હતા. બાળ કલાકારોની આ કલાત્મક પ્રસ્તુતિએ ઉપસ્થિત ગ્રામજનોના મન મોહી લીધા હતા.આ સમગ્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતનગર પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકગણ તેમજ ગામલોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને એકબીજાને પૂરતો સહકાર આપ્યો હતો.#Morbi #MorbiUpdate #Bharatnagar #KrishnaJanmotsav #Matkifod #SchoolCelebration #MorbiNews #Janmashtami #Krishnalila