વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ બ્રાવેટો ગ્રેનાઇટો નામના સિરામિક કારખાનામાં પતરાના શેડ ઉપર ચડીની કામગીરી કરતી વખતે અચાનક પતરું તૂટી જતા શૈલેષભાઇ હસમુખભાઈ લકુમ ઉ.34 રહે.ટીંબડી પાટિયા પાસે, આનંદ હોટલ પાછળ, મોરબી નામના શ્રમિક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.