થાનગઢના વેપારીએ અઠવાડિયા બાદ ફરીયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલ સોના ચાંદીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓ સોનાની 14 ગ્રામ વજનની 65 નંગ નથડી એટલે કે,બાલીની ચોરી કરતા અઠવાડિયા પૂર્વે બનેલી ઘટના અંગે થાનગઢના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મેઈન બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખણીયા ઉ.32 રહે.સરોડી ગામ તા.થાનગઢ વાળાએ બે અજાણી મહિલાઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.24ના રોજ ગ્રાહકના સ્વાંગના આવેલ બન્ને મહિલાઓએ સોનાની બાલી જોવા માંગી નજર ચૂકવી 14 ગ્રામ વજનની રૂપિયા 1.85 લાખની કિંમતની 65 બાલી ચોરી કરી ગઈ હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.