તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન, રાસ-ગરબા અને મહાપ્રસાદ યોજાશેમોરબી અપડેટ : મોરબી રાવળદેવ સમાજ દ્વારા સંત રતનદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 7/9/2026 ને સોમવારના રોજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જૂના બસ સ્ટેન્ડ પાસે, સરદાર રોડ પર આવેલી દશાશ્રી માળીની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની રૂપરેખા બપોરે 3:00 થી 5:00 કલાકે: રાસ-ગરબાસાંજે 5:00 થી 7:00 કલાકે: રાવળદેવ સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માનસાંજે 7:15 કલાકે: મહાઆરતીસાંજે 7:30 કલાકે: મહાપ્રસાદસરસ્વતી સન્માન કાર્યક્રમ અંતર્ગત રાવળદેવ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી શિલ્ડ અને ભેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પવિત્ર અવસરે મોરબી રાવળદેવ સમાજના તમામ પરિવારોને ઉપસ્થિત રહી મહાપ્રસાદનો ધર્મલાભ લેવા તથા સમાજના ઉત્કર્ષમાં સહભાગી થવા રાવળદેવ સમાજના આગેવાનો તથા સમગ્ર કમિટી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #RavaldevSamaj #SaraswatiSanman #SantRatandasBapu #ReligiousEvent