રુદિયાના રાજા ગ્રુપના સહયોગથી બપોરે 2:00 કલાકે મોરબીથી નીકળી શોભાયાત્રા 4:00 કલાકે વવાણીયા પહોંચશેમોરબી અપડેટ: મોરબી મચ્છોયા આહીર સમાજ દ્વારા આગામી તારીખ 04-09-2026, શુક્રવારના રોજ પવિત્ર યાત્રાધામ વવાણીયા સ્થિત રામબાઈમાં મંદિર ખાતે ભવ્ય 'કૃષ્ણ જન્મોત્સવ - 2026' નું આયોજન પરંપરાગત હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મોરબીથી વવાણીયા સુધી એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે.'રુદિયાના રાજા ગ્રુપ' ના સૌજન્યથી યોજાનારી આ ભવ્ય શોભાયાત્રા બપોરે 2:00 કલાકે મોરબી સ્થિત મચ્છોયા આહીર સમાજ વાડી ખાતેથી પ્રસ્થાન કરશે અને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સાંજે 4:00 કલાકે વવાણીયા પહોંચશે. આ પાવન અવસરે સમગ્ર આહીર સમાજ તેમજ સર્વે ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાવા માટે મચ્છોયા આહીર સમાજ સમિતિ - મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #KrishnaJanmotsav #AhirSamaj #Vavaniya #Shobhayatra #Morbi