ઉક્ત બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે મોરબી અપડેટ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ 18/09/2026 ના રોજ સવારના 10:00 કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલ, પી.જી. પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.