સમગ્ર જિલ્લાના પાંચ તાલુકાઓમાં સૌથી વધુ દર્દીઓ એકલા મોરબી તાલુકામાં : માળીયા મિયાણા અને ટંકારા તાલુકામાં સૌથી ઓછા દર્દીઓ મોરબી : મોરબી જિલ્લામાં ટીબી રોગના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવતા છેલ્લા ચાર વર્ષમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. જો કે,સિરામિક ઉદ્યોગને કારણે અન્ય રાજ્યમાંથી આવતા માઈગ્રેટરી શ્રમિકોને કારણે મોરબી અને વાંકાનેર તાલુકામાં અન્ય તાલુકાની તુલનાએ ટીબીના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક છે.જિલ્લામાં વર્ષ ૨૦૨૩ દરમિયાન કુલ ૧૭૨૩ ટીબીના દર્દી નોંધાયા હતા, જેની સામે વર્ષ ૨૦૨૪ માં આ આંકડો થોડો વધીને ૧૭૩૯ પર પહોંચ્યો હતો. જો કે, વર્ષ ૨૦૨૫માં ટીબીના કુલ કેસો ઘટીને ૧૬૦૨ થયા હતા. ચાલુ વર્ષે ૨૦૨૬ માં ઓગસ્ટ માસ સુધીમાં જિલ્લામાં ૧૦૬૫ કેસ નોંધાયા છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ક્ષય એટલે કે, ટીબીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.જિલ્લા આરોગ્ય તંત્રના ક્ષય નિયંત્રણ વિભાગ દ્વારા ટીબીના એક -એક દર્દીઓને શોધી સઘન સારવાર અને પૂરતા પોષક તત્વો સાથેના ખોરાક અંગે મોનીટરીંગ કરવામાં આવતા દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે.પાંચ વર્ષમાં તાલુકાવાર વિશ્લેષણ કરીએ તો, ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતો મોરબી તાલુકો સમગ્ર જિલ્લામાં સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે. ટીબીના દર્દીઓ વધવા પાછળનું મુખ્ય કારણ મોરબી અને વાંકાનેર તાલુકામાં અન્ય રાજ્યમાંથી આવતા પરપ્રાંતીય શ્રમિકો છે. જિલ્લામાં વધુ પડતા દર્દીઓ માઈગ્રેટરી શ્રમિક હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૩ માં મોરબી તાલુકામાં સૌથી વધુ ૧૧૯૩ કેસ નોંધાયા હતા, જે ક્રમશઃ ૨૦૨૪ માં ૧૧૫૪ અને ૨૦૨૫ માં ૧૧૫૫ રહ્યા છે. આ દર્શાવે છે કે જિલ્લાના કુલ કેસોમાં એકંદરે ૭૦ ટકાથી વધુ હિસ્સો એકલા મોરબી તાલુકાનો જ છે.બીજી બાજુ વાંકાનેર તાલુકો જિલ્લામાં બીજા ક્રમે સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં ૨૦૨૩ માં ૨૫૩, ૨૦૨૪ માં વધીને ૩૧૦ અને ૨૦૨૫ માં ૨૪૪ કેસ નોંધાયા હતા. જ્યારે હળવદ, ટંકારા અને માળીયા તાલુકાઓમાં સ્થિતિ પ્રમાણમાં નિયંત્રણ હેઠળ રહી છે. હળવદમાં દર વર્ષે સરેરાશ ૧૨૦ થી ૧૩૮ કેસ નોંધાયા છે, જ્યારે માળીયા તાલુકામાં ૨૦૨૫ માં ઘટીને માત્ર ૧૮ કેસ નોંધાતા મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું કે, ટીબી નિર્મૂલન માટે સમગ્ર જિલ્લામાં સઘન ઝુંબેશ ચાલુ છે પરિણામ સ્વરૂપ વર્ષ 2026માં પણ ટંકારા અને માળીયા મિયાણા જેવા તાલુકામાં ટીબીના દર્દીઓનો આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ક્ષય નિર્મૂલન માટે આરોગ્ય વિભાગે તમામ તાકાત કામે લગાવી મોરબી જિલ્લામાં ક્ષય એટલે કે, ટીબી રોગના નિર્મૂલન માટે ક્ષય નિયંત્રણ વિભાગે તમામ તાકાત કામે લગાવી છે પરિણામે છેલ્લા ચાર વર્ષમાં સુધારાત્મક પરિણામ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તના જણાવ્યા મુજબ હાલમાં વિભાગ દ્વારા ૪ અધ્યતન ટેકનોલોજી વાળા હેન્ડ હેલ્ડ એક્સરે મશીન વડે દરેક ગામ માં જઈને નિક્ષય શિબિર અંતર્ગત એક્સ-રેના કેમ્પ કરે છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા દર્દીના છાતીના એક્સરેનું સ્ક્રિનિંગનું પરિણામ સ્થળ પર જ મળી રહે છે.હાલમાં જિલ્લાના તમામ તાલુકામાં કુલ 8 ન્યુક્લિક એસિડ એમ્પ્લીફિકેશન બેઇઝ્ડ અધ્યતન ટેકનોલોજી વાળા મશીન વડે ટીબી નું નિદાન કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓનું સતત મોનીટરીંગ થઇ રહ્યું છે.ટીબીના સામાન્ય લક્ષણો દેખાઈ તો બેદરકાર ન રહેવું મોરબી જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડો.ધનસુખ અજાણાના જણાવ્યા મુજબ કોઈ પણ દર્દીને જો 15 દિવસથી વધારે ઉધરસ આવે, વજનમાં ઘટાડો થવા લાગે અને ભૂખ ના લાગવી જેવા લક્ષણોની સાથે સાથે ગળાફામાં લોહી આવે જેવા લક્ષણો જણાય તો તુરત જ જિલ્લા ક્ષય કેન્દ્ર કે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવા અનુરોધ કરાયો છે.વર્ષ ૨૦૨૩તાલુકો ટીબી દર્દીઓમોરબી ૧૧૯૩વાંકાનેર ૨૫૩હળવદ ૧૩૦ટંકારા ૯૫માળીયા ૫૨કુલ ૧૭૨૩વર્ષ ૨૦૨૪તાલુકો ટીબી દર્દીઓ મોરબી ૧૧૫૪વાંકાનેર ૩૧૦હળવદ ૧૩૮ટંકારા ૯૦માળીયા ૪૭કુલ ૧૭૩૯વર્ષ ૨૦૨૫તાલુકો ટીબી દર્દીઓમોરબી ૧૧૫૫વાંકાનેર ૨૪૪હળવદ ૧૨૧ટંકારા ૬૪માળીયા ૧૮કુલ ૧૬૦૨વર્ષ ૨૦૨૬ (ઓગસ્ટ સુધી)તાલુકો ટીબી દર્દીઓમોરબી ૭૪૫વાંકાનેર ૧૪૯હળવદ ૭૧ટંકારા ૫૨માળીયા ૪૮કુલ ૧૦૬૫