અજાણ્યા વ્યક્તિએ કાવો મારીને બાઇક અથડાવતા TVS રાઈડર સવાર યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચીમોરબી અપડેટ : મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ સોનમ સિરામિક નજીક 10 દિવસ પૂર્વે એક બાઇક ચાલકે કાવો મારી બાઇક અથડાવતા અન્ય બાઇક ચાલક યુવાનને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હોય હાલ સુધી યુવાન સારવાર હેઠળ છે. આ મામલે ઇજાગ્રસ્ત યુવાનના બહેને મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના ઢુવા ગામે રહેતા 39 વર્ષીય હેમલતાબેન દિલીપભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર તેમના ભાઈ અજયભાઈ તારીખ તા.23/08/2026 ના રોજ સાંજે પોતાનું TVS રાઈડર બાઈક (નંબર GJ-36-AM-7924) લઈને ઢુવાથી મોરબી તરફ જઈ રહ્યા હતા. તેઓ જ્યારે બંધુનગર ગામ પહેલા સોનમ સિરામિક પાસે પહોંચ્યા, ત્યારે આગળ જતા એક સ્પ્લેન્ડર બાઈક (નંબર GJ-03-CJ-2862) ના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી અચાનક કાવો માર્યો હતો. આ કારણે સ્પ્લેન્ડર ચાલકે અજયભાઈના બાઈક સાથે અકસ્માત કર્યો હતો. આ ઘટનામાં અજયભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા.અકસ્માત સમયે ત્યાં હાજર સાક્ષી પાર્થભાઈ નવીનભાઈ સૈડવાએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અજયભાઈને તાત્કાલિક મોરબી સરકારી દવાખાને સારવાર માટે ખસેડ્યા હતા અને તેમના પરિવારને જાણ કરી હતી. અજયભાઈને વધુ ગંભીર ઈજા હોવાથી તેમને પહેલા રાજકોટ સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. ભાઈની સતત સારવારમાં રોકાયેલા હોવાના કારણે હેમલતાબેને પોલીસ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે સ્પ્લેન્ડર બાઈક ચાલક વિરુદ્ધ BNS ની કલમ 281, 125(a), 125(b) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #AccidentNews #Bandhunagar #WankanerHighway #GujaratNews #RoadSafety #MorbiPolice