કપાસ અને મગફળીના પાકને બચાવવા મોરબી જિલ્લા કલેક્ટરને કરાઈ લેખિત રજૂઆતમોરબી અપડેટ (ટંકારા): ટંકારા શહેર - ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વી. વામજા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોના વ્યાપક હિતમાં મચ્છુ-1 ડેમમાંથી સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.તારીખ 01/09/2026 ના રોજ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, હાલમાં વરસાદ સમયસર ન થવાને કારણે ખેડૂતોને પોતાના પાકમાં પિયત માટે પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. ખાસ કરીને કપાસ તેમજ મગફળીના ખરીફ પાકમાં પિયતની અત્યંત આવશ્યકતા હોવાથી પાકને બચાવવા મચ્છુ-1 માંથી સિંચાઈ માટે પાણી છોડવું જરૂરી બન્યું છે. વધુમાં જણાવાયું છે કે, આ ડેમમાંથી પાણી છોડવાથી મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાના ગામડાઓના ખેડૂતોને પિયત માટે ખૂબ જ ફાયદો થશે. જેથી તાત્કાલિક ધોરણે ડેમમાંથી પાણી છોડવા કલેક્ટરને અરજ કરવામાં આવી છે.#MorbiUpdate #Morbi #Tankara #Wankaner #Machhu1 #Farmers #Agriculture #GujaratNews