હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અશોકભાઈ પ્રેમદાશભાઇ વૈષ્ણવ રહે.આનંદ પાર્ક, હળવદ (૨) લલીતભાઈ હિંમતલાલ ઠાકર રહે. વેલાળા તા.મુળી જી. સુરેન્દ્રનગર (૩) સંજયભાઈ ધારાભાઈ રંગપરા રહે. વેલાળા તા.મુળી જી.સુરેન્દ્રનગર (૪) કરશનભાઇ નારણભાઇ સોનાગ્રા રહે. નવા ધનાળા તા.હળવદ (૫) નીરવભાઈ પ્રવિણભાઇ ચૌહાણ રહે.દંતેશ્ર્વર દરવાજા પાસે, વકીલ શેરી, હળવદ અને આરોપી (૬) દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયા રહે. જુના ધનાળા તા.હળવદ વાળાઓને રોકડા રૂપિયા ૧૪,૫૫૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.