દર માસની 4 તારીખે યોજાતો કેમ્પ આ મહિને બંધ રહેશે: આગામી માસથી રાબેતા મુજબ પુનઃ શરૂ થશેમોરબી અપડેટ : મોરબીના જલારામ ધામ ખાતે દર મહિનાની 4 તારીખે યોજાતો વિનામૂલ્યે નેત્રમણિ કેમ્પ આ મહિને મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી 4 સપ્ટેમ્બર 2026 ના રોજ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આવતો હોવાથી સંચાલકો દ્વારા પ્રવર્તમાન માસનો કેમ્પ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.આવતા મહિનાથી દર માસની 4 તારીખે યોજાતો આ કેમ્પ રાબેતા મુજબ ફરીથી નિયમિત શરૂ કરવામાં આવશે. જલારામ ધામ (મોરબી) ના આયોજકો દ્વારા આંખની તપાસ અને નેત્રમણિના ઓપરેશનનો લાભ લેતા તમામ દર્દીઓ તથા લાભાર્થીઓને ધક્કો ન થાય તે માટે આ ફેરફારની નોંધ લેવા ખાસ વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #JalaramDhamMorbi #FreeEyeCamp #Janmashtami