અકસ્માતમાં રિક્ષા સવાર વીરવાવના આધેડને ઈજા પહોંચતા 108 મારફતે ટંકારાની હોસ્પિટલમાં ખસેડાયાટંકારા (મોરબી અપડેટ) : રાજકોટ-મોરબી હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ છે. ત્યારે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ નજીક એક 'ગવર્મેન્ટ ઓફ ગુજરાત' લખેલી બોલેરો ગાડી અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક આધેડને ઈજાઓ પહોંચી હતી.હરબટીયાળી નજીક થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા બાબુભાઈ મોમભાઈ (ઉ.વ. 57, રહે. વીરવાવ, તા. ટંકારા) નામના આધેડને શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108 ના ઈએમટી મુસ્કીમભાઈ અને પાયલોટ ભીમભાઈ દ્વારા ઈજાગ્રસ્ત બાબુભાઈને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે પ્રથમ ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, અને ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતા તેઓને ટંકારાની ચિખલિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. #Morbi #MorbiNews #MorbiUpdate #Tankara #AccidentNews #RajkotMorbiHighway #RoadAccident #Harbatiyali