મોરબી અપડેટ : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે હદપારી (તડીપાર) ના હુકમનો ભંગ કરી મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર એક મહિલા આરોપીને ઝડપી પાડી છે.મળતી માહિતી મુજબ, વાંકાનેર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા માનુબેન રાયસિંગભાઈ વાઘેલા (ઉંમર 30, રહે. ઢુવા ગામની સીમ, ભવાની કાંટા પાસે, તા. વાંકાનેર, મૂળ રહે. રૈયાધાર, રાજકોટ) નામની મહિલાને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર અને રૂરલ, જામનગર, કચ્છ-ભુજ અને દેવભૂમિ દ્વારકા સહિત કુલ 6 જિલ્લાઓમાંથી 6 માસ માટે હદપાર કરવામાં આવી હતી. આમ છતાં, આ મહિલા હુકમનો ભંગ કરી વાંકાનેરના ઢુવા ચોકડી ખાતે સસ્તા બજારની દુકાન સામેથી મળી આવતા SOG સ્ટાફે તેને ઝડપી લઈ તેની અટકાયત કરી છે. #MorbiUpdate #MorbiSOG #Wankaner #CrimeNews #MorbiPolice #Tadipar #Arrest