વરસાદ ખેંચાતા બરવાળા, બીલીયા, જેપુર અને બગથળા ગ્રામ પંચાયતો દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆતમોરબી અપડેટ : મોરબી જિલ્લાનો મચ્છુ-2 ડેમ પાણીથી સંપૂર્ણ ભરેલો છે ત્યારે કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોમાં વરસાદ ખેંચાતા ઊભા પાકને બચાવવા સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોરબી તાલુકાના વિવિધ ગામો દ્વારા સિંચાઈ વિભાગને પત્ર લખી સમયસર પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતના મુખ્ય મુદ્દાઓહાલમાં વરસાદ ખેંચાયો છે અને કમાન્ડ વિસ્તારમાં ખરીફ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે. જો વરસાદ ન થાય તો પાકને નુકસાન અટકાવવા તમામ કમાન્ડ વિસ્તારના ગામોને 05/09/2026 ના રોજ મચ્છુ-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા વિનંતી કરવામાં આવી છે. આગામી શિયાળુ સિઝન માટે રવિ પાક 2026 ના વાવેતરને ધ્યાનમાં રાખીને અગાઉથી જ 25/10/2026 ના રોજ મચ્છુ-2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા રજૂઆત કરાઈ છે.ખેડૂતોની આ વ્યાપક માંગણીને લઈને બરવાળા ગ્રામ પંચાયત, બીલીયા ગ્રામ પંચાયત, જેપુર ગ્રામ પંચાયત અને બગથળા ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર તથા નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં માંગ પત્રો મોકલવામાં આવ્યા છે.ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે સિંચાઈ વિભાગ દ્વારા સત્વરે આ રજૂઆતો ધ્યાને લઈ ખેતી બચાવવા માટે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે.#Morbi #MorbiUpdate #Machchhu2Dam #FarmersIssue #IrrigationWater #MorbiNews #GramPanchayat #AgricultureNews #GujaratFarmers