7 ફૂટની ઊંડાઈએ મટકી, 8 ફૂટે શંખ અને 9 ફૂટે પાણી નીકળ્યું: પાટડીયા પરિવાર દ્વારા 2 શંખ મંદિરમાં રાખી, 32 શંખ પરત ધરતી માતાને અર્પણ કરાયામોરબી અપડેટ : માળિયા મિયાણા ગામમાં દરબારગઢની પાછળ આવેલા પાટડીયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મઢે એક આશ્ચર્યજનક ઘટના બની છે. માતાજીના મઢે ધજાનો ટાવર ઉભો કરવા માટે કરવામાં આવતા ખોદકામ દરમિયાન જમીનમાંથી 34 શંખ મળી આવ્યા હતા. જે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ અને આસ્થાનો વિષય બન્યો છે.પાટડીયા પરિવારના હરીશ જીવરાજભાઈ પાટડીયાએ આપેલી માહિતી મુજબ, તેમના વર્ષો જૂના માતાજીના મઢે ધજાના ટાવરના પાયા માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ત્યારે જમીનમાં 7 ફૂટની ઊંડાઈએથી એક તૂટેલી મટકી મળી આવી હતી. ત્યારબાદ વધુ ખોદકામ કરતા 8 ફૂટની ઊંડાઈએથી 34 જેટલા શંખ મળી આવ્યા હતા. જ્યારે 9 ફૂટની ઊંડાઈએ પહોંચતા જમીનમાંથી પાણી નીકળ્યું હતું. આ ઘટનાને પાટડીયા પરિવારે માતાજીની કૃપા ગણાવી છે.ધજાના ટાવર માટેના ખાડાના બુરાણના મુહૂર્ત સમયે પાટડીયા પરિવાર દ્વારા જમીનમાંથી મળેલા 34 શંખમાંથી 32 શંખ પાછા ધરતી માતાના ખોળામાં પધરાવી દેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 2 શંખ નિશાની રૂપે માતાજીના પાલખમાં શ્રદ્ધાળુઓના દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. #MorbiUpdate #MaliyaMiyana #ChamundaMataji #Faith #Miracle #MorbiNews #GujaratNews