ઓવરબ્રિજના ચાલી રહેલા કામને પગલે સર્વિસ રોડ સાંકડા થતા વાહનોની લાગે છે લાંબી કતારોમોરબી અપડેટ : મોરબીના મહત્વના વિસ્તાર ગણાતી મહેન્દ્રનગર ચોકડી પાસે આજે બપોરના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અહીં ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી સર્વિસ રોડ સાંકડા બની ગયા છે, જેને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.આજે બપોરે પણ વાહનો સામસામે આવી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોની ફરિયાદ છે કે બપોરના સમયે અહીં ટ્રાફિક પોલીસ હાજર હોતી નથી. પોલીસની ગેરહાજરીનો લાભ લઈ કેટલાક વાહન ચાલકો મનફાવે તેમ આડેધડ વાહનો હંકારે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે.વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી કંટાળી ચૂકેલા વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. બપોરના સમયે પણ ટ્રાફિક બ્રિગેડની ફરજિયાત નિમણૂક કરવામાં આવે, જેથી ટ્રાફિકનું નિયમન યોગ્ય રીતે થઈ શકે અને વાહન વ્યવહાર સરળ બની શકે.#Morbi #MorbiNews #MorbiUpdate #TrafficJam #MahendranagarChokdi #MorbiTraffic #OverbridgeWork #GujaratNews