મોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીમાં શિવભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીની ધર્મપ્રેમી જનતાની આસ્થાના કેન્દ્ર સમાન જેલ રોડ પર આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તો માટે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આજે તારીખ 31/08/2026 ને સોમવારના રોજ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે 'મહાકાલની મૂર્તિના દર્શન' રાખવામાં આવ્યા છે. આ આયોજનની વિશેષતા એ છે કે મંદિરમાં ઉજ્જૈનના મહાકાલ દાદાની હુબહુ મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. આ ઉપરાંત, ભસ્મના અદભુત શણગાર સાથે મહાદેવના દિવ્ય દર્શનનો લ્હાવો ભક્તોને મળશે.આ પવિત્ર અને અલૌકિક અવસરે મહાકાલ દાદાના દર્શનનો લાભ લેવા અને ધન્યતા અનુભવવા માટે મોરબીના તમામ શિવભક્તોને કલ્યાણેશ્વર મહાદેવ મંદિર (જેલ રોડ, મોરબી) ખાતે પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #ShravanMaas #KalyaneshwarMahadev #MahakalDarshan #ShivBhakti #HarHarMahadev