ટંકારા પોલીસે રૂપિયા 10,700 ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની અટકાયત કરીટંકારા (મોરબી અપડેટ): ટંકારા પોલીસે 29/08/2026 ના રોજ ટંકારામાં મોરબી નાકા પાસે ચોરા નજીક શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 6 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ બિપિનભાઈ અમરશીભાઈ શેરસિયા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ દરોડો પાડ્યો હતો. પોલીસે રણજીતભાઈ ચતુરભાઈ વીકાણી (ઉંમર 34), વિજયભાઈ સુનીલભાઈ વીકાણી (ઉંમર 34), તુલસીભાઈ રામજીભાઈ વીકાણી (ઉંમર 30), ઘનશ્યામભાઈ દેવરાજભાઈ વીકાણી (ઉંમર 23), ભગવાનજીભાઈ રાજેશભાઈ વીકાણી (ઉંમર 26) અને કિશનભાઈ મનોજભાઈ દેલવાડિયા (ઉંમર 19) નામના 6 આરોપીઓની જુગાર ધારા કલમ 12 હેઠળ અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂપિયા 10,700 કબ્જે કર્યા છે. આ કેસની વધુ તપાસ ટંકારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ નથુભાઈ કણઝરિયા ચલાવી રહ્યા છે.#MorbiUpdate #Tankara #MorbiPolice #CrimeNews #GamblingRaid