સંગઠનને વધુ મજબૂત બનાવવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોને વેગ આપવાના સંકલ્પ સાથે શુભેચ્છાઓનો ધોધમોરબી અપડેટ : મિશન ન્યૂ ઇન્ડિયા સંગઠન દ્વારા સંગઠનાત્મક માળખાનું વિસ્તરણ કરતા મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની નિમણૂક કરવામાં આવી છે. મિશન ન્યૂ ઇન્ડિયા સંગઠન દ્વારા રામભાઈ જીલરીયાને મોરબી જિલ્લાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. તેમની આ નિમણૂકથી મોરબી જિલ્લામાં સંગઠનની કામગીરી વધુ વેગવંતી અને સુદ્રઢ બનશે તેમજ નવા ભારતના નિર્માણમાં સંગઠનનું યોગદાન વિસ્તરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.જિલ્લા અધ્યક્ષ તરીકે પસંદગી પામવા બદલ રામભાઈ જીલરીયાને સંગઠનના આગેવાનો, કાર્યકરો, મિત્ર વર્તુળ અને સ્નેહીજનો દ્વારા ઉજ્જવળ અને સફળ કાર્યકાળ માટે અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MissionNewIndia #MorbiNews #RambhaiJilariya #Appointment #MorbiDistrict