વિવિધ 7 વયજૂથમાં 39 રમતોની સ્પર્ધાઓ યોજાશેમોરબી અપડેટ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપી તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. મોરબી જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં શાળા મારફતે રજીસ્ટ્રેશન કરાવી સ્પર્ધાઓમાં ભાગ લે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે ખેલ મહાકુંભમાં કુલ 39 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિવિધ રમતોની સ્પર્ધાઓ માટે અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ, 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપર એમ કુલ 7 વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાઓ પ્રથમ શાળા કક્ષાએ, ત્યારબાદ તાલુકા અને ઝોન કક્ષાએ, મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષા સુધી યોજાશે.ખેલ મહાકુંભ 2026 માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જે આગામી 22 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. ખેલાડીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં www.khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોંધનીય છે કે રજીસ્ટ્રેશન વિના કોઈપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.મોરબી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ આ મહાકુંભમાં જોડાઈ પોતાની રમતગમત પ્રતિભા પ્રદર્શિત કરે તેવી જિલ્લા રમતગમત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 18002746151 પર સંપર્ક કરી શકાશે.#MorbiUpdate #KhelMahakumbh2026 #MorbiNews #SportsAuthorityOfGujarat #MorbiSports #OnlineRegistration