વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 6 શાળાઓએ ભાગ લીધો: વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવ્યોમોરબી અપડેટ: ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, એકતા, શિસ્ત અને સંગીત પ્રત્યેની અભિરુચિ વિકસે તેવા ઉમદા હેતુથી વાવડી સ્થિત વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે 'રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2026' નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના સુમધુર સ્વરો વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી આવેલી કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ગીતોની સમૂહગાન સ્વરૂપે ભાવવાહી રજૂઆત કરી હતી. તમામ ટીમોએ દેશ પ્રત્યેની લાગણી અને સમર્પણની ભાવનાને પોતાના તાલ, લય, સ્વર અને એકસૂત્રતા થકી સુંદર રીતે વ્યક્ત કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વેદાંત ગ્લોબલ સ્કૂલના સંચાલક હર્ષદભાઈ ગામી તથા એકદંત ડેન્ટલ ક્લિનિક અને RSS ના નગર કાર્યવાહ ડૉ. ઉત્સવભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને એકતાનું મહત્ત્વ સમજાવી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. અશ્વિનભાઈ બરાસરા અને ડૉ. પ્રેયશભાઈ પંડ્યાએ નિષ્પક્ષ સેવાઓ આપી હતી. તેઓએ તમામ 6 ટીમોની રજૂઆતોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરી વિદ્યાર્થીઓને સંગીત અને યોગ્ય ઉચ્ચારણ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સ્પર્ધાના પરિણામો:પ્રથમ ક્રમ: વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, મોરબીદ્વિતીય ક્રમ: નવયુગ સંકુલ, વીરપરતૃતીય ક્રમ: સાર્થક વિદ્યામંદિર, મોરબી-2વિજેતા ટીમોના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમની ઉત્સાહપૂર્ણ ભાગીદારી બદલ બિરદાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ, મોરબી શાખાની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સ્પર્ધાના સંયોજક મનહરભાઈ કુંડારિયા, સહસંયોજક પરેશભાઈ મિયાત્રા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સચિવ વિશાલભાઈ બરાસરા, અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, જિલ્લા સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, મહિલા સહભાગિતાના કોમલબેન પનારા, પંકજભાઈ ફેફર, ચેતનભાઈ સાણંદિયા, કૌશિકભાઈ અઘારા, વિનુભાઈ મકવાણા અને રાજેશભાઈ મોકાસણા સહિતના હોદ્દેદારો સક્રિય રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુવ્યવસ્થિત સંચાલન સચિવ વિશાલભાઈ બરાસરા દ્વારા કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #BharatVikasParishad #MorbiNews #SamuhGaanSpardha #PatrioticSongs #VedantGlobalSchool #Morbi