શ્રાવણ માસ નિમિત્તે ભાવિકોની સુવિધા માટે લેવાયો નિર્ણય: મોરબી અને ભીમનાથ મંદિરેથી બસના ઉપડવાના સમય જાહેર કરાયામોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લજાઈ પાસે આવેલા ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા ભક્તોની સુવિધા માટે એક વિશેષ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શ્રાવણ મહિનામાં મોરબીથી લજાઈ ભીમનાથ મહાદેવ મંદિરે જવા અને ત્યાંથી પરત ફરવા માટે ભાવિકોને મુશ્કેલી ન પડે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા સિટી બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ બસ સેવા થકી ભાવિકો સરળતાથી ભીમનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ શકશે. આ બસ સેવાને મોરબી મહાનગરપાલિકાના ચેરમેન નવનીત કુંડારિયા, ભીમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.બસનું સમયપત્રકમોરબીથી ભીમનાથ મહાદેવ જવા માટે બસ ઉપડવાનો સમય* સવારે 7:30 / 8:00 વાગ્યે* સવારે 10:00 વાગ્યે* બપોરે 12:00 વાગ્યેભીમનાથ મહાદેવથી મોરબી પરત આવવા માટે બસ ઉપડવાનો સમય* સવારે 9:00 વાગ્યે* સવારે 11:00 વાગ્યે* બપોરે 12:00 વાગ્યેઆ સુવિધાનો મોરબીની ધર્મપ્રેમી જનતાને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiNews #MorbiUpdate #BhimnathMahadev #ShravanMaas #MorbiCityBus #MorbiMunicipalCorporation #ReligiousTourism