મોરબી અપડેટ: મોરબીના લાલપર ગામમાં આગામી જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 'લાલપર ગામ સમસ્ત' અને 'લાલપર યુવા ગ્રુપ' દ્વારા સંયુક્ત રીતે 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ - 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે લાલપર ગામમાં આખો દિવસ ભક્તિસભર અને ઉત્સાહવર્ધક કાર્યક્રમો યોજાશે. લાલપર યુવા ગ્રુપના સભ્યો દ્વારા તહેવારના માહોલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભવ્ય શોભાયાત્રા :-તારીખ: 04-09-2026 (શુક્રવાર)સવારે 07:30 કલાકેસ્થળ: શ્રી રામજી મંદિર ચોક, લાલપરથી પ્રસ્થાન.મટકી ફોડ :તારીખ: 04-09-2026 (શુક્રવાર)બપોરે 12:00 કલાકેસ્થળ: શ્રી રામજી મંદિર ચોક, લાલપરઆ ભક્તિસભર આયોજનમાં લાલપર ગામના તમામ ધર્મપ્રેમી જનતાને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે લાલપર ગામ સમસ્ત અને લાલપર યુવા ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.