નાના ભૂલકાંઓ કૃષ્ણના વેશમાં સજ્જ થઈ મટકી ફોડ અને હિંડોળાના કાર્યક્રમમાં જોડાયામોરબી અપડેટ: નાની વાવડી ખાતે આવેલ જીનિયસ કિડ્સ પ્રિ-સ્કૂલ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સ્કૂલના નાના નાના ભૂલકાંઓ ભગવાન કૃષ્ણના આકર્ષક પહેરવેશમાં સજ્જ થઈને આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા બાળકો માટે ખાસ હિંડોળા દર્શન અને મટકી ફોડના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણના વેશમાં સજ્જ બાળકોએ ભક્તિભાવ અને અનેરા ઉત્સાહ સાથે આ ઉજવણીમાં ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર શાળા પરિસરમાં ગોકુળ જેવો માહોલ છવાઈ ગયો હતો#MorbiUpdate #NaniVavdi #GeniusKidsPreSchool #Janmashtami #KrishnaJanmotsav #MatkiPhod #MorbiNews #Morbi