રાજપર - શનાળા નજીક રાજાશાહી સમયના જુના એરપોર્ટની બાઉન્ડ્રી વોલનું કરોડોના ખર્ચે કામ થયા બાદ ફરી પ્રોજેકટ ઘોચમાંડબલ એન્જીન સરકાર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીથી મુંબઈ - દિલ્હી જેવા શહેરો માટે લાંબા અંતરની ટ્રેન પણ નથી ફાળવી શકીમોરબી : સિરામિક ઉદ્યોગ થકી દેશને વિશ્વના નકશા પર અંકિત કરી વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા મોરબી શહેર જિલ્લાને હમેશા કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી અન્યાય સહન કરવો પડી રહ્યો છે. લોકસભા અને ધારાસભામાં તોતિંગ બહુમતી સાથે નેતાઓ ચૂંટીને મોકલતા મોરબી શહેરને ડબલ એન્જીનની સરકાર ડાયરેકટ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ જેવી ટ્રેન સુવિધા પણ નથી અપાવી શકી ત્યારે રાજાશાહી સમયના એરપોર્ટને એરસ્ટ્રીપ તરીકે વિકસાવવાનો વાયદો કર્યા બાદ અહીં 5.5 કરોડના ખર્ચે બાઉન્ડ્રી વોલનું કામ પૂર્ણ થવા છતાં પણ હાલ પ્રોજેકટ સ્થગિત કરી દેવાતા મોરબીને હવાઈ સેવા મળવા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. જો કે, તાજેતરમાં રાજ્ય સરકારે ફરી એક વખત મોરબી માટે એરપોર્ટ પ્રોજેકટ ગતિમાન કરવાના સંકેત આપ્યા છે ત્યારે મોરબીના સિરામિક, ઘડિયાળ જેવા ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સ પણ ઇચ્છી રહ્યુ છે કે, મોરબીથી મોટા વિમાન ન ઉડે તો વાંધો નહિ પરંતુ જે રીતે રાજકોટથી મુન્દ્રા હવાઈ સેવા શરૂ થઈ છે તે તર્જ પર આંતરાજ્ય વિમાની સેવા શરૂ થવી જોઈએ.મોરબી શહેરના શનાળા નજીક રાજપર ગામની સીમમાં રાજાશાહી સમયનું વિમાન મથક આવેલ હોય રાજ્ય સરકાર દ્વારા મોરબીને હવાઈ સેવા આપવા પાંચેક વર્ષથી એરસ્ટ્રીપ પ્રોજેકટ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું હતુ.જે અન્વયે બે વર્ષ પૂર્વે માર્ગ અને મકાન વિભાગે જુના એરપોર્ટની જગ્યામાં અંદાજે 5.5 કિલોમીટર લંબાઈની એરપોર્ટની બાઉન્ડ્રી વોલનું કામ પણ રૂપિયા 5.5 કરોડથી વધુના ખર્ચે હાલમાં પૂર્ણ કરી લીધેલ છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બાઉન્ડ્રી વોલની કામગીરી પૂર્ણ થયા બાદ એરપોર્ટની જમીનને લઈ ખેડૂતોનો હલણનો પ્રશ્ન ઉપસ્થિત થતા સરકાર દ્વારા ખેડૂતોનો પ્રશ્ન ઉકેલી નાખી પ્રોજેકટ આગળ ધપાવવાને બદલે પ્રોજેકટ સ્થગિત કરવા સૂચના આપવામાં આવી હતી.મહત્વનું છે કે, મોરબીના પ્રસ્તાવિત એરપોર્ટ માટે હાલમાં 1100 મીટરની લંબાઈનો રનવે છે જે આંતરરાજ્ય ઉડાન ભરતા નાના વિમાનો માટે પૂરતો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.જો કે, હાલ ફરી એક વખત ગુજરાત સરકાર દ્વારા મોરબીના એરસ્ટ્રીપ પ્રોજેકટને હાથ પર લઈ આગામી યોજનાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, સિરામિક હબ હોવાના કારણે મોરબીથી દૈનિક સેંકડો ઉદ્યોગકારો, વેપારીઓ અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો મુંબઈ, દિલ્હી આવન જાવન કરી રહ્યા છે. આ સ્થિતિમાં મોરબીથી લાંબા અંતરની એક પણ ટ્રેનની પણ સુવિધા ન હોવાથી મોરબીના લોકોને ટ્રેન માટે રાજકોટ અથવા વાંકાનેર તેમજ ફ્લાઈટ માટે રાજકોટ કે અમદાવાદ સુધી મોટરમાર્ગે ફરજીયાત પ્રવાસ કરવો પડે છે. આ સ્થિતિમાં જો ડબલ એન્જીનની સરકાર મોરબીની એરસ્ટ્રીપ વિકસાવે તો ભવિષ્યમાં મોરબીને પણ રાજકોટ - મુન્દ્રા જેવી આંતરાજ્ય હવાઈ સેવાનો લાભ મળી શકે છે.મોરબીને હવાઈ સેવાનો લાભ મળે તો ઉદ્યોગોને મોટો જમ્પ મળશે : શશાંક દંગીમોરબીના અગ્રણી ઘડિયાળ ઉત્પાદક શશાંક દંગીના જણાવ્યા મુજબ મોરબીમાં આટલા ઉદ્યોગો હોવા છતાં સીધી હવાઈ સેવા કે, રેલસેવા નથી, આ સંજોગોમાં જો સરકાર મોરબીથી આંતરરાજ્ય હવાઈ સેવા શરૂ કરવા એરસ્ટ્રીપ કે એરપોર્ટ વિકસાવે તો મોરબીના તમામ ઉદ્યોગોને મોટો જમ્પ મળી શકે તેમ છે.અમે પાંચ વર્ષથી એરપોર્ટ માટે રજૂઆત કરીએ છીએ : ચેમ્બર પ્રમુખ જયંતિભાઈ પટેલમોરબીને એરપોર્ટ સુવિધા મામલે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબીને એરપોર્ટ મળવું ખૂબ જ જરૂરી છે. દૈનિક ધોરણે મોરબીથી અનેક લોકો દેશ - વિદેશમાં નિયમિત પ્રવાસ કરી રહ્યા છે તે જોતા દરવર્ષે એરપોર્ટ સેવા મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ સતત રજુઆત કરી રહ્યા છીએ, જયંતિભાઈએ ઉમેર્યું હતું કે, છેલ્લી રજુઆતમાં સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ સાથે એરપોર્ટ માટે ખૂટતી જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરવામાં સૂચના આપવામાં આવી હોવાનો પ્રત્યુતર મળ્યો હોવાનું જણાવી સાંસદ તેમજ સ્થાનિક નેતાગીરી જો એરપોર્ટ પ્રશ્ન હાથ પર લે તો જ મોરબીને હવાઈ સેવા મળી શકે તેમ હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.એર કનેક્ટિવિટી મળે તો સિરામિક ઉદ્યોગને ફાયદો : ઉદ્યોગપતિ મુકેશ કુંડારિયામોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ અને મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં નાના મોટા 700થી વધુ સિરામિક એકમો આવેલા હોય મોરબીથી કાયમી પૂરતો એરટ્રાફિક મળી શકે તેમ છે. સાથે જ જો મોરબીમાં એરપોર્ટની સુવિધા શરૂ થાય તો ઉદ્યોગકારોને હાલમાં અમદાવાદ અને રાજકોટના ધક્કા બચી શકે તેમજ દેશ વિદેશમાંથી આવતા ખરીદદારો અને ટેક્નિકલ ટીમોને પણ મોરબી આવવાની વધુ સુગમતા રહે તેમ હોવાનું જણાવ્યું હતું.કચ્છ, રાજકોટ, જામનગર અને અમદાવાદને જોડતા રસ્તાઓની હાલત પણ દયનિયમોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત ઘડિયાળ, પેપરમિલ, લેમીનેટ, રેગઝીન, બાથવેર સહિતના અનેક ઉદ્યોગો પણ વિકસ્યા છે છતાં મોરબીને સીધી રેલવે સેવા કે હવાઈ સેવા તો ઠીક પરંતુ મોરબીથી અમદાવાદ, રાજકોટ, કચ્છ, જામનગર જેવા શહેરોને જોડતા ધોરીમાર્ગો પણ ખસ્તાહાલ હોય કનેક્ટિવિટી મામલે મોરબીને અન્યાય જ સહન કરવો પડી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.