મોરબી SOG ટીમે બાતમીના આધારે આરોપીને વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી દબોચી લીધોવાંકાનેર (મોરબી અપડેટ) : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ (NDPS) ના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. SOG સ્ટાફને મળેલી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ B-Part ગુના રજીસ્ટર નંબર 1339/2025 (NDPS એક્ટ કલમ 8(C), 20(B), 29) ના કામે ફરાર આરોપી સુદિપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયાને વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી ઝડપી લીધી છે. આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો વતની છે અને હાલ થાનગઢના ફુલવાડી ચાયડા વિસ્તારમાં રહે છે. SOG ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.#MorbiUpdate #MorbiSOG #Wankaner #NDPSCrime #Arrest #MorbiPolice #CrimeNews #Thangadh