આગામી 4 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00 કલાકે રથયાત્રા નીકળશે, બપોરે 11:00 કલાકે સમાજવાડી ખાતે સૌ ગ્રામજનો સમૂહ પ્રસાદ લેશેમોરબી અપડેટ : આગામી તારીખ 04-09-2026 ને શુક્રવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સમસ્ત ભરતનગર ગામ દ્વારા 'જન્માષ્ટમી ઉત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે ગામના સાથ અને સહકારથી કાનુડાના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમ અંતર્ગત સવારે 8:00 કલાકે ભરતનગર ગામમાં ભવ્ય રથયાત્રા (શોભાયાત્રા) કાઢવામાં આવશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ, બપોરે 11:00 કલાકે સમગ્ર ગામ અને પધારેલા મહેમાનો માટે ભરતનગર સમાજવાડી ખાતે સમૂહ ફરાળી પ્રસાદ (ધુમાડા બંધ) રાખવામાં આવ્યો છે. આ શુભ અવસરે રથયાત્રામાં જોડાવા અને પ્રસાદ ગ્રહણ કરવા સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Bharatnagar #Janmashtami2026 #RathYatra #KrishnaJanmotsav #MorbiNews #DhumaadaBandhPrasad