રહેણાંક મકાનથી લઈને ખુલ્લી સીમ અને દુકાનોમાં ચાલતા જુગાર પર પોલીસે તવાઈ બોલાવી લાખોનો મુદામાલ કર્યો કબ્જે મોરબી અપડેટ: મોરબી જિલ્લા પોલીસ દ્વારા જુગાર પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટંકારા, વાંકાનેર અને મોરબી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે 6 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ 33 જેટલા આરોપીઓને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. રહેણાંક મકાનથી લઈને ખુલ્લી સીમ અને દુકાનોમાં ચાલતા જુગાર પર પોલીસે તવાઈ બોલાવી છે. ----------------------------------------------------ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડોટંકારા-લતીપર રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં નીરજભાઈ પ્રવીણભાઈ કુકડિયાના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. મકાન માલિક બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડતો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 92500 અને રૂપિયા 60000 ની કિંમતના 6 મોબાઈલ મળીને કુલ રૂપિયા 152500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલ આરોપીઓ:નીરજભાઈ પ્રવીણભાઈ કુકડિયા (ઉંમર 30, રહે. ટંકારા ઇન્દ્રપ્રસ્થ-01, જબલપુર પાટિયાની સામે)નવઘણભાઈ હીરાભાઈ ઝાપડા (ઉંમર 26, રહે. ટંકારા ગોકુલનગર સોસાયટી, ભરવાડવાસ)આશિષભાઈ રમેશભાઈ રાઠોડ (ઉંમર 30, રહે. ટંકારા ઉગમણા નાકા)સાગરભાઈ જયંતીભાઈ રૂપાલા (ઉંમર 32, રહે. નાની વાવડી, ખોડિયારપાર્ક)કેવલભાઈ નરશીભાઈ કલોલા (ઉંમર 28, રહે. મહેન્દ્રનગર કાંતિ જ્યોત સોસાયટી, બ્લોક નંબર-ઇ/2) પ્રવીણભાઈ પરસોત્તમભાઈ કાવર (ઉંમર 54, રહે. મોરબી-02 ગોપાલ સોસાયટી)----------------------------------------------------મોરબીમાં બાપાકે પ્લાઝામાં દુકાનમાં દરોડોમોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબી-2 વિસ્તારમાં વિશાલ ફર્નિચર પાસે આવેલા બાપાકે પ્લાઝામાં યૉર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રોકડા રૂપિયા 45200 ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.ઝડપાયેલ આરોપીઓ:પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી (રહે. ઉમા રેસીડેન્સી સોસાયટી, પંચાસર રોડ, મોરબી-1)ફેનીલભાઈ અલ્પેશભાઈ ભાડજા (રહે. રોયલ હાઇટ ફ્લેટ નં-501, ઉમા ટાઉનશીપ, મોરબી-2)જયમલભાઇ મનસુખભાઈ સોલંકી (રહે. શિવગંગા એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી-2)મેહુલભાઈ રમેશભાઈ બોડા (રહે. રામ મહીમા એપાર્ટમેન્ટ, વૈદેહી પ્લાઝા, રવાપર ઘુનડા રોડ, મોરબી-1)સતીષભાઈ મુકેશભાઈ કારેણ (રહે. ફ્લેટ નં-503, શિવધારા જલધારા ફ્લેટ, મહેન્દ્રનગર, મોરબી-2)સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર (રહે. મયુર સોસાયટી, ઉમિયા સર્કલ પાસે, મોરબી-1)ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરા (રહે. હરીકુંજ એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી-2)----------------------------------------------------વાંકાનેરના મેસરિયા-ભલગામ રોડ પર દરોડોવાંકાનેર તાલુકાના મેસરિયા ગામથી ભલગામ જતા રસ્તે ખુલ્લામાં જુગાર રમતા 5 શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂપિયા 14950 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપીઓ:ઉત્તમભાઈ ગોરધનભાઈ ભાલિયા (ઉંમર 19)દિનેશભાઈ ભુપતભાઈ ફતેપરા (ઉંમર 39)રમેશભાઈ રાયધનભાઈ ભાલિયા (ઉંમર 42)ભાવેશભાઈ વલ્લભભાઈ ભાલિયા (ઉંમર 21)શિવરાજભાઈ ખોડાભાઈ ભાલિયા (ઉંમર 30)----------------------------------------------------વાંકાનેરના વાલાસણ ગામે દરોડોવાંકાનેર તાલુકાના વાલાસણ ગામે જીવાપર રોડ પર આવેલા એક રહેણાંક મકાન પાસે લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા છે. પોલીસે રોકડા રૂપિયા 6570 તથા જુગારના 52 પાના જપ્ત કર્યા છે.ઝડપાયેલ આરોપીઓ:તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા (ઉંમર 32)પીન્ટુભાઈ પ્રાગજીભાઈ સીસાંગીયા (ઉંમર 31)મનોજભાઈ માનસીંગભાઈ ફુલતરીયા (ઉંમર 35)પ્રકાશભાઈ મુળજીભાઈ ફુલતરીયા (ઉંમર 30)શૈલેષભાઈ કાંતીભાઈ સીસાંગીયા (ઉંમર 27)----------------------------------------------------વનાળિયા ગામની સીમમાં એલસીબીનો દરોડોમોરબી એલસીબી ટીમે વનાળિયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે વોકળાના કાંઠે એક ઝુંપડામાં રેડ કરી હતી. અહીં ઈશાભાઈ મુસાભાઇ સુમરા બહારથી માણસો બોલાવી 20000 રૂપિયા લઈને પ્લાસ્ટિકના ટોકન આપી જુગાર રમાડતો હતો. પોલીસે રોકડા 80200 અને 5 મોબાઈલ સહિત રૂપિયા 100700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય સૂત્રધાર ફરાર છે.ઝડપાયેલ આરોપીઓ:ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા (ઉંમર 55, રહે. વનાળિયા)યુનુસભાઈ હાજીભાઈ સુમરા (ઉંમર 40, રહે. વનાળિયા)જુસબભાઈ સલેમાનભાઈ સુમરા (ઉંમર 52, રહે. માધાપર શેરી નંબર 22, મોરબી)ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (ઉંમર 52, રહે. વીસીપરા, મોરબી)માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા (ઉંમર 73, રહે. રવાપર રોડ, મોરબી)હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા (ઉંમર 62, રહે. જુના સેવા સદન પાછળ, મોરબી-2) (ઈશાભાઈ મુસાભાઈ સુમરા વોન્ટેડ છે)----------------------------------------------------મોરબીના લાયન્સનગરમાં દરોડોમોરબી સિટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ લાયન્સનગરમાં ચારબાઈના મંદિર પાસે જાહેરમાં પોસ્ટર પર પૈસા લગાવી અંદર-બહારનો જુગાર રમતા 4 ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે દાવ પર લાગેલા અને અંગજડતીના મળી કુલ રૂપિયા 24100 જપ્ત કર્યા છે.ઝડપાયેલ આરોપીઓ:સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા (ઉંમર 50, રહે. લાયન્સનગર ચારબાઈના મંદિર પાસે, મોરબી)શંકરભાઈ રમેશભાઈ કડેવાર (ઉંમર 35, રહે. લાયન્સનગર શેરી નં 3, મોરબી)શિનભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી (ઉંમર 19, રહે. લાયન્સનગર શેરી નં 3, મોરબી)અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા (ઉંમર 36, રહે. લાયન્સનગર શેરી નં 2, મોરબી)પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #MorbiPolice #GamblingRaid #CrimeNews #Tankara #Wankaner #LCBMorbi #GujaratPolice #MorbiNews