ટંકારા પોલીસે રૂપિયા 28200 ના મુદ્દામાલ કબ્જે કર્યોટંકારા (મોરબી અપડેટ): ટંકારા તાલુકાના હડમતિયા ગામની સીમમાં ઘૂનડા જવાના રસ્તે 80 ના ગેટથી આગળ ખેતરના શેઢા પાસે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપી:1. જેરાજભાઈ ઉર્ફે જેરામભાઈ મોહનભાઈ ખાખરિયા2. સાગરભાઈ કાનજીભાઈ ખાખરિયા 3. કાનજીભાઈ પ્રેમજીભાઈ ખાખરિયાને ફરાર આરોપી : 1. પ્રવિણભાઈ ઉર્ફે ગુડો ગગજીભાઈ વાઘેલા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 23200, રૂપિયા 5000 ની કિંમતનો 1 મોબાઈલ ફોન અને જુગારના 52 પાના મળીને કુલ રૂપિયા 28200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટંકારા પોલીસે તમામ 4 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.#MorbiUpdate #Tankara #MorbiPolice #CrimeNews #GamblingRaid #Hadmatiya