મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ જન્માષ્ટમી પર્વના શુભ મુહૂર્તો જણાવ્યા મોરબી અપડેટ : આવતીકાલ તારીખ 31 ઓગસ્ટ થી જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે બોળચોથના દિવસથી લઈને નાગ પંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને અજા એકાદશી સહિતના દિવસે ક્યારે ક્યારે શુભ મુહૂર્ત છે. તે અંગેની માહિતી મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી છે.1. બોળ ચોથ (બહુલા ચતુર્થી / સંકષ્ટ ચતુર્થી) – 31 ઓગસ્ટ 2026 (સોમવાર)निर्णयसिन्धु / धर्मसिन्धु प्रमाणम् :'श्रावणकृष्णचतुर्थी बहुलाचतुर्थी। सा च प्रदोषव्यापिनी ग्राह्या।'(શબ્દાર્થ: શ્રાવણ વદ ચોથ બહુલા ચતુર્થી છે, તે પ્રદોષકાળ/સાંજ વ્યાપિની લેવી.)गौ-पूजन मन्त्र :बहुलारूपधृग् गौस्त्वं सवत्सा पापहर्षिणी। अर्घ्यं गृहाण मे देवि सर्वकामफलप्रदे॥ગુજરાતી અર્થ: હે દેવી ગૌમાતા! આપ સાક્ષાત્ બહુલા સ્વરૂપ ધારણ કરનારા, વાછરડા સહિત સર્વ પાપોનું હરણ કરનારા અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનારા છો. મારો આ અર્ઘ્ય સ્વીકાર કરો.શુભ પૂજન મુહૂર્ત (પ્રદોષકાળ): સાંજે 5-30 થી 7-05 (અમૃત ચોઘડિયું)2. નાગ પાંચમ – 01 સપ્ટેમ્બર 2026 (મંગળવાર)धर्मसिन्धु प्रमाणम् :'श्रावणकृष्णपञ्चम्यां नागपूजा कार्या। सा च दिवाव्यापिनी ग्राह्या।'(શબ્દાર્થ: શ્રાવણ વદ પાંચમે નાગપૂજન કરવું, તે દિવસ દરમિયાન વ્યાપેલી તિથિમાં લેવી.)नवनाग स्तोत्र मन्त्रः (देवनागरी) : अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलम्। शङ्खपालं धृतराष्ट्रं तक्षकं कालियं तथा॥एतानि नव नामानि नागानां च महात्मनाम् सायङ्काले पठेन्नित्यं प्रातःकाले विशेषतः। तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत्॥ગુજરાતી અર્થ: અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કમ્બલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિયા - આ નવ મહાનાગોનું જે મનુષ્ય પ્રાતઃ અને સાયંકાળે સ્મરણ-પૂજન કરે છે, તેને સર્પ કે વિષનો ભય રહેતો નથી.શુભ મુહૂર્ત: સવારે 11-12 થી બપોરે 02-21 (લાભ અને અમૃત ચોઘડિયું)3. રાંધણ છઠ (હળ ષષ્ઠી / બળદેવ છઠ) – 02 સપ્ટેમ્બર 2026 (બુધવાર)धर्मसिन्धु प्रमाणम् :'श्रावणकृष्णषष्ठी हलषष्ठी। सा च पूर्वा ग्राह्या।'(શબ્દાર્થ: શ્રાવણ વદ છઠ હળ ષષ્ઠી છે, તે સૂર્યોદયકાલીન ઉદયા તિથિમાં લેવી.)बलभद्र प्रार्थना मन्त्र :हलमुसलगदापाणे रोहिणीनन्दन प्रभो।नमस्ते भक्तवत्सल पाहि मां शरणागतम्॥ગુજરાતી અર્થ: હે હળ, મુસલ અને ગદા ધારણ કરનારા રોહિણીનંદન ભગવાન બલરામજી! આપ ભક્તવત્સલ છો, આપને નમસ્કાર છે. શરણે આવેલા મારું રક્ષણ કરો.રાંધણ છઠે ચૂલો / ગેસ ઠારવાનું મુહૂર્ત (02 સપ્ટેમ્બરની રાત્રે) :રાંધણ છઠની રાત્રે તમામ રસોઈ પૂર્ણ થયા બાદ ચૂલા/ગેસને સાફ કરી, કંકુ-ચાંદલો, ચોખા, આસોપાલવ/આંબાના પાન અને દીપક પ્રગટાવી પૂજન કરવું અને ત્યારબાદ અગ્નિ ઠારવો.પ્રથમ મુહૂર્ત (સાંજનો પ્રદોષકાળ): સાંજે 7-03 થી રાત્રે 8-29 (ચલ ચોઘડિયું)મુખ્ય શ્રેષ્ઠ મુહૂર્ત (મોડી રાત્રે રસોઈ પૂર્ણ થયા બાદ): રાત્રે 11-21 થી 12-46 (લાભ ચોઘડિયું)ઉત્તરરાત્રિ મુહૂર્ત: મધ્યરાત્રિ પછી 02-12 થી 5-04 (શુભ અને અમૃત ચોઘડિયું)4. શીતળા સાતમ – 03 સપ્ટેમ્બર 2026 (ગુરુવાર)निर्णयसिन्धु प्रमाणम् :'श्रावणकृष्णसप्तम्यां शीतलापूजनं कार्यम्। अत्र पर्युषितभोजनं विहितम्।'(શબ્દાર્થ: શ્રાવણ વદ સાતમે શીતળા માતાનું પૂજન કરવું અને આ દિવસે પર્ષુષિત એટલે કે રાંધણ છઠે બનાવેલું ટાઢું ભોજન આરોગવું.)शीतला ध्यान मन्त्र :वन्देऽहं शीतलां देवीं रासभस्थां दिगम्बराम्।मार्जनीकलशोपेतां शूर्पालङ्कृतमस्तकाम्॥ગુજરાતી અર્થ: ગર્દભ (ગધેડા) ના વાહનવાળા, હાથમાં સાવરણી તથા કળશ ધારણ કરનારા અને મસ્તક પર સૂપડાથી શોભાયમાન એવા શીતળતા પ્રદાન કરનારા ભગવતી શીતળા માતાને હું વંદન કરું છું.પૂજન મુહૂર્ત: સવારે 6-29 થી 8-03 (શુભ ચોઘડિયું)5. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (ગોકુળાષ્ટમી) – 04 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર)निर्णयसिन्धु एवं धर्मसिन्धु प्रमाणम् :'श्रावणकृष्णजन्माष्टमी निशीथव्यापिनी ग्राह्या। पूर्वदिने निशीथसत्त्वे पूर्वैव।''अर्धरात्रे तु रोहिण्यां यदा कृष्णाष्टमी भवेत्। तदा सा जयन्ती नाम सर्वपापप्रणाशिनी॥'श्रीकृष्ण प्राकट्य मन्त्र :जातः कंसवधार्थाय भूभारोत्तारणाय च।कौरवाणां विनाशाय दैत्यानां निधनाय च धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे।चन्द्रार्घ्य मन्त्र :क्षीरोदार्णवसम्भूत अत्रिनेत्रसमुद्भव।गृहाणार्घ्यं शशाङ्केश रोहिण्या सहितो मम॥ગુજરાતી અર્થ: શાસ્ત્રાનુસાર જન્માષ્ટમીનું વ્રત અને જન્મોત્સવ મધ્યરાત્રિ (નિશીથ કાળ) વ્યાપિની અષ્ટમીમાં મનાવાય છે. 4 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિએ અષ્ટમી અને સૂર્યોદય સમયે રોહિણી નક્ષત્રનો ઉત્તમ સંયોગ થતો હોવાથી સ્માર્ત અને વૈષ્ણવ બંને માટે 4 સપ્ટેમ્બર શુક્રવારે જ જન્માષ્ટમી ઉજવાશે.મધ્યરાત્રિ પૂજન મુહૂર્ત (નિશીથ કાળ): રાત્રે 12-00 થી 12-48 (વિશેષ જન્મોત્સવ, પંચામૃત સ્નાન અને આરતી)6. નંદ મહોત્સવ / પારણા – 05 સપ્ટેમ્બર 2026 (શનિવાર)निर्णयसिन्धु प्रमाणम् :'तिथ्यन्ते चोत्सवान्ते वा पारणं शस्यते बुधैः।''नन्दगोपगृहे जातो यशोदागर्भसम्भवः। तस्मै नमो भगवते वासुदेवाय विष्णवे॥'ગુજરાતી અર્થ: જન્માષ્ટમીના બીજા દિવસે સૂર્યોદયે નોમ તિથિમાં હવેલીઓ અને મંદિરોમાં નંદ મહોત્સવ, દહીંહાંડી ઉત્સવ મનાવી, સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવાં.પારણા મુહૂર્ત: સવારે 6-30 પછી (શનિવારે સવારે)7. અજા એકાદશી (શ્રાવણ વદ એકાદશી) – 07 સપ્ટેમ્બર 2026 (સોમવાર)धर्मसिन्धु प्रमाणम् :'श्रावणकृष्णैकादशी अजा नाम्नी। सा च सूर्योदयव्यापिनी शुद्धा ग्राह्या, दशमीविद्धा त्याज्या।'विष्णु स्तुति मन्त्रः :शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् | लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥ગુજરાતી અર્થ: શ્રાવણ વદ એકાદશી 'અજા એકાદશી' તરીકે ઓળખાય છે. દશમી-વેધ રહિત સૂર્યોદયકાલીન શુદ્ધ એકાદશી 7 સપ્ટેમ્બર સોમવારે હોવાથી આ દિવસે ઉપવાસ કરવો અને 8 સપ્ટેમ્બર મંગળવારે સવારે પારણા કરવાં.પારણા મુહૂર્ત: 08 સપ્ટેમ્બર, સવારે 6-31 થી 8-30પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ...