4 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે: જીવાપર ગામ સમસ્ત અને કનૈયા યુવા ગ્રુપ દ્વારા કૃષ્ણભક્તોને ભાવભર્યું આમંત્રણમોરબી અપડેટ : આગામી જન્માષ્ટમીના પવિત્ર પર્વને લઈને ઠેર-ઠેર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી નજીક આવેલા જીવાપર (આ) ગામે આગામી તારીખ 4 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ 'જન્માષ્ટમી મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જીવાપર (આ) ગામ સમસ્ત તથા જીવાપર કનૈયા યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ જન્માષ્ટમી મહોત્સવનો પ્રારંભ શુક્રવારે સવારે 9 કલાકે થશે. આ કાર્યક્રમ અંતર્ગત ગામમાં ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાની સાથે સાથે પરંપરાગત રીતે મટકીફોડ કાર્યક્રમ અને ભવ્ય રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો જોડાશે.આ પવિત્ર અવસરે કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ માણવા અને મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવા માટે આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને સહપરિવાર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Janmashtami #Jivapar #KrishnaJanmotsav #MatkiPhod #RathYatra