વિદ્યાર્થીઓને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જીવન વિશે માહિતગાર કરાયા: PEFI ના સહયોગથી શ્રેષ્ઠ ખેલાડીઓને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાયામોરબી અપડેટ : મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે 29 ઓગસ્ટના રોજ 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' (Sports Day) ની શાનદાર ઉજવણી ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PEFI) ના સહયોગથી અત્યંત ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા અને હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદના જીવન અને સિદ્ધિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ વિશેષ પ્રસંગે શાળાના ઉભરતા અને વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં PEFI સંસ્થા દ્વારા પ્રમાણિત કરાયેલા વિશેષ સર્ટિફિકેટ આપીને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય અને રમતગમત શિક્ષક મુસ્તાક સુમરા દ્વારા PEFI સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ તમામ ખેલાડીઓને ભવિષ્યમાં પણ રમતગમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી શાળા તથા દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #NationalSportsDay #NewEraGlobalSchool #PEFI #MajorDhyanChand #SportsAwareness #GujaratEducation