ઢોલ-નગારા અને આતશબાજી સાથે યોજાશે મહાઆરતી: દર્શનનો લાભ લેવા મહંત પીન્ટુ ગીરીબાપુનું આમંત્રણમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબીમાં ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 31/08/2026 ને સોમવારના રોજ (શ્રાવણ માસના ત્રીજા સોમવારે) ભવ્ય મહાઆરતી અને વિશેષ શણગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિરના મહંત પીન્ટુ ગીરીબાપુની યાદીમાં જણાવ્યા અનુસાર, શ્રાવણ માસના ત્રીજા સોમવારે સાંજે 7:15 કલાકે ઢોલ-નગારા અને શાનદાર આતશબાજી સાથે સત્યેશ્વર મહાદેવની ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતીના દાતા તરીકે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા અશોકભાઈ છગનભાઈ ભીમાણીએ સેવા આપી છે.આ પવિત્ર અવસરે સત્યેશ્વર મહાદેવ દાદાના અદભુત શણગાર અને મહાઆરતીના દિવ્ય દર્શનનો લ્હાવો લેવા માટે મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #ShravanMaas #SatyeshwarMahadev #MahaAarti #HarHarMahadev