મોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબી-2 વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી પોતાની 'યોર એન્ટરપ્રાઇઝ' નામની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે અને નાલ ઉઘરાવે છે. આ હકીકતના આધારે પોલીસે બાપાકે પ્લાઝા વિશાલ ફર્નીચર પાસે આવેલી આ દુકાનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન 7 શખ્સો તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓમાં પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી (ઉ.વ. 27, રહે. ઉમા રેસીડેન્સી સોસાયટી, પંચાસર રોડ, મોરબી 1), ફેનીલભાઈ અલ્પેશભાઈ ભાડજા (ઉ.વ. 26, રહે. રોયલ હાઈસ્ટ ફ્લેટ નં 501, ઉમા ટાઉનશીપ, મોરબી 2), જયમલભાઈ મનસુખભાઈ સોલંકી (ઉ.વ. 39, રહે. ફલેટ નં 503, શીવગંગા અપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી 2), મેહુલભાઈ રમેશભાઈ બોડા (ઉ.વ. 37, રહે. ફલેટ નં 103, રામ મહીમા એપાર્ટમેન્ટ, વૈદેહી પ્લાઝા સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી 1), સતીષભાઈ મુકેશભાઈ કારેણ (ઉ.વ. 26, રહે. ફલેટ નં 503, શીવધારા જલધારા ફલેટ, મહેન્દ્રનગર, મોરબી 2), સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર (ઉ.વ. 27, રહે. મનસુખભાઈ પટેલના મકાનમાં, મયુર સોસાયટી, ઉમિયા સર્કલ પાસે, મોરબી 1), ચીરાગભાઈ ધીરજભાઈ કોદાવરા (ઉ.વ. 32, રહે. ફલેટ નં 102, હરીકુંજ અપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી 2) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રોકડા રૂ. 45200 અને ગંજીપત્તાના પાના નંગ 52 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GamblingRaid #MorbiCityBDivision