કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોની ભગીરથ મહેનત: તંત્ર કે આયોજકોના શૂન્ય સહકાર વચ્ચે મેદાન સ્વચ્છ કર્યુંવાંકાનેર (મોરબી અપડેટ) : શ્રાવણ માસ દરમિયાન વાંકાનેર નજીક આવેલા પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા ભવ્ય મેળા બાદ ગ્રાઉન્ડમાં ફેલાયેલી ગંદકી અને પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા માટે રવિવારે વિશાળ મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવ જાનીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અભિયાનમાં સ્વયંસેવકોએ પોતાની ક્ષમતા કરતા વધુ મહેનત કરી મેદાનમાંથી 18x36 સાઈઝની કુલ 57 જેટલી મોટી બેગ ભરીને કચરો એકઠો કર્યો હતો.તંત્રનો શૂન્ય સહકારઆટલા મોટા પાયે સફાઈ કામગીરી હાથ ધરાઈ હોવા છતાં, સ્થાનિક પ્રશાસન કે મેળાના આયોજકો તરફથી સ્વયંસેવકોને કોઈ જ પ્રાથમિક સુવિધા કે સહકાર મળ્યો ન હતો. માટીમાં દબાયેલો કચરો વીણવો અત્યંત શ્રમ માંગી લેતું કામ હોવા છતાં, કોઈ સરકારી મદદ વિના માત્ર પર્યાવરણ પ્રેમ અને મહાદેવ પ્રત્યેની આસ્થાથી પ્રેરાઈને યુવાનોએ જાતે જ સમગ્ર કામગીરી પાર પાડી હતી.લોકોની માનસિકતા બદલાઈ છેઆ સફાઈ અભિયાન દરમિયાન જોવા મળ્યું કે હવે સામાન્ય જનતા કચરો ફેંકતા પહેલા આજુબાજુ ડસ્ટબિન શોધતી થઈ છે. જો ડસ્ટબિન હોય તો લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ મેળામાં આવી વ્યવસ્થા ન હોવાથી કચરો મેદાનમાં ફેલાય છે જેને પાછળથી એકઠો કરવો મુશ્કેલ બને છે.સાતમ-આઠમના મેળાઓ માટે આયોજકોને ખાસ અપીલઆગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના લોકમેળાઓ યોજાવા જઈ રહ્યા છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા તમામ આયોજકો અને તંત્રને જાહેર અપીલ કરવામાં આવી છે:* મેળામાં સ્ટોલ ધારકો પાસેથી ભાડા પેટે ભલે 1000 રૂપિયા વધુ વસૂલવામાં આવે, પરંતુ મેદાનમાં ઠેર-ઠેર ડસ્ટબિનની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવે.* સ્વચ્છતા એ માત્ર સફાઈ કામદારો કે સ્વયંસેવકોની નહીં, પરંતુ આયોજકોની પણ પ્રાથમિક જવાબદારી છે.* જો શરૂઆતથી જ ડસ્ટબિન મુકવામાં આવશે, તો મેળા પૂરા થયા પછી કલાકો સુધી કચરો વીણવાની નોબત નહીં આવે અને આપણા તીર્થસ્થાનો તથા મેદાનો સ્વચ્છ રહેશે.#Morbi #Wankaner #MorbiNews #MorbiUpdate #JadeshwarMahadev #CleanIndia #SwachhBharat #KalyanTrust #EnvironmentAwareness