દારૂ અને ઇકો કાર મળી કુલ 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી હળવદ પોલીસ: દારૂનો જથ્થો મોકલનાર ચોટીલાના શખ્સને વોન્ટેડ જાહેર કરાયોહળવદ(મોરબી અપડેટ): હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડ પરથી પસાર થતી એક ઇકો કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે કારમાં સવાર 3 શખ્સોની ધરપકડ કરી કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઇકો કાર (રજીસ્ટ્રેશન નંબર GJ 13 AM 4027) ને અટકાવીને તલાશી લેવામાં આવતા તેમાંથી 1,00,000 રૂપિયાની કિંમતનો 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ અને 3,00,000 રૂપિયાની ઇકો કાર મળીને કુલ 4,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે કારમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ફિરોજ ફતેખાન મકરાણી, આસીફ મનસુરભાઈ મીર અને અફજલ અલ્લારખાભાઈ મકરાણી (તમામ રહે. કબ્રસ્તાન પાસે/પાછળ, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે.પોલીસની વધુ તપાસમાં આ દેશી દારૂનો જથ્થો શિવરાજ ગભરૂભાઈ કાળીયા (રહે. ખાટડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) નામના શખ્સે મોકલ્યો હોવાનું ખૂલવા છે. જેથી હળવદ પોલીસે ઉપરોક્ત ઝડપાયેલા ત્રણેય શખ્સો તેમજ દારૂ મોકલનાર વોન્ટેડ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Halvad #Morbi #MorbiUpdate #HalvadPolice #Prohibition #CrimeNews #GujaratPolice #Surendranagar #MorbiNews