મોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-2 માં કુબેર ટોકીઝ પાછળ, ધારના નાકાના પટમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓમાં જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા (ઉ.વ. 26, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), જયપાલભાઈ મુળજીભાઈ કુંવરીયા (ઉ.વ. 28, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), હિતેશભાઈ રાજુભાઈ મુંધવા (ઉ.વ. 26, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), કિશનભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ. 27, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), દિનેશભાઈ ઘોઘાભાઈ વરાણીયા (ઉ.વ. 45, રહે. ત્રાજપર, ચોરા પાસે, મોરબી-2) નો સમાવેશ થાય છે. તેઓની પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રોકડા રૂ. 11300 અને ગંજીપત્તાના પાના નંગ 52 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GamblingRaid #MorbiCityBDivision