ત્રણ શખ્સોએ મોડી રાત્રે તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી 500 ગ્રામ ચાંદીના છત્તરની ચોરી કરી : ઘટના સીસીટીવી કેમેરામાં કેદમોરબી અપડેટ : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ રાત્રિના સમયે મંદિરનું તાળું તોડી આશરે 500 ગ્રામ ચાંદીના છત્તરની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.મધ્યરાત્રિએ 3 તસ્કરોએ મચાવ્યો આતંકસ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, તા.28ના 1:27 વાગ્યાના સુમારે આ ચોરીની ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં 3 અજાણ્યા શખ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. તસ્કરોએ મંદિરમાં પ્રવેશવા માટે મુખ્ય જાળીનું તાળું તોડ્યું હતું અને અંદર પ્રવેશીને માતાજીના 500 ગ્રામ ચાંદીના છત્તરની ચોરી કરી હતી.તસ્કરોએ તોડફોડ પણ કરીચોરોએ માત્ર ચોરી જ નથી કરી, પરંતુ મંદિરની જાળી અને સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું છે. મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં ગામના આગેવાનો અને શ્રદ્ધાળુઓ એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.#MorbiUpdate #Wankaner #Vaghasiya #TempleTheft #MorbiNews #CrimeNews #GujaratPolice #WankanerNews