મેન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 08:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી અપડેટ: મોરબી પીજીવીસીએલ (PGVCL) શહેર પેટા-વિભાગ-03 દ્વારા 11 KV વીજ લાઈનના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને પગલે આગામી તારીખ 30/08/2026 ને રવિવારના રોજ સિટી અર્બન ફીડર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સવારે 08:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.વીજકાપથી પ્રભાવિત થનાર વિસ્તારો:સિટી અર્બન ફીડર હેઠળ આવતા પટેલ બોર્ડિંગ અને તેની પાસે, દેના બેંક અને તેની પાસે, કલેક્ટર બંગલો અને જજ બંગલા પાસેનો વિસ્તાર, શક્તિ ચોક અને તેની પાસે, પોસ્ટ ઓફિસ અને તેની પાસે, શક્તિ ચોકથી નહેરુ ગેટ વાળો રોડ અને તેની આસપાસ, શાકમાર્કેટ પાસેનો વિસ્તાર, વાંકાનેર દરવાજા પાસેનો વિસ્તાર, લુહાણા પરા, લખધીરવાસ, સિટી પોલીસ લાઈન, સિટી પોલીસ સ્ટેશન, શિક્ષણ અધિકારીની ઓફિસ, તાલુકા ઓફિસ, ખાટસી વાસ, મણી મંદિર, જેલ રોડ, બુઢા બાવાની શેરી તેમજ નહેરુ ગેટથી ગ્રીન ચોક વચ્ચેના વિસ્તારોમાં નિયત સમય મુજબ વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #PowerOutage #MorbiCity #Maintenance #MorbiNews