12 મોબાઈલ અને બાઈક સહિત 75,000ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ : આ ત્રણેય શખ્સોએ લેબર ક્વાર્ટરમાંથી 7 મોબાઈલ પણ ચોર્યા હોવાનું ખુલ્યુંમોરબી અપડેટ: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પરપ્રાંતીય મજૂરોને છરી જેવા હથિયારથી મોતનો ભય બતાવી મોબાઈલ પડાવતી તથા લેબર ક્વાર્ટરમાંથી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 27/08/2026 ના રોજ રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર 3 અજાણ્યા શખ્સોએ ફરિયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી 2 મોબાઈલ અને 1000 રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. આ ઉપરાંત, રંગપર જીવાપર ગામ તરફ જતા રોડ પર આવેલ લુપ્ટેન સિરામિકના લેબર ક્વાર્ટરમાંથી પણ મોડી રાત્રે અલગ-અલગ મજૂરોના 7 મોબાઈલ ચોરાયા હોવાના ગુના મોરબી તાલુકા પોલીસમાં નોંધાયા હતા.આ ગુનામાં પોલીસે બાતમીના આધારે બેલા (રંગપર) ગામથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર સબસ્ટેશન પાસેની પુલિયા પાસેથી 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ઝડપાયેલ આરોપી1. વિકાસ અનિલભાઈ લોરિયા (રહે. ઈન્દિરાનગર, સામાકાંઠે મોરબી, મૂળ કોટડાનાયાણી, તા. વાંકાનેર)2. ભુપત મોહનભાઈ ચૌહાણ (રહે. ઈન્દિરાનગર, ખોડીયાર માતાના મંદિરની સામે, મોરબી-2) 3. ચિરાગ નાનજીભાઈ ચાવડા (રહે. ઈન્દિરાનગર, રામાપીરના મંદિર પાસે, સામાકાંઠે મોરબી, મૂળ મહેન્દ્રનગર) પોલીસે આરોપીઓ પાસેથી 54,000 રૂપિયાની કિંમતના કુલ 12 એન્ડ્રોઇડ મોબાઈલ, 1 અણીદાર છરી, 1000 રૂપિયા રોકડા અને 20,000 રૂપિયાની કિંમતનું 1 એક્સેસ મોટરસાયકલ (GJ 36 AQ 1165) મળી કુલ 75,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વિકાસ લોરિયા સામે અગાઉ 5 અને ભુપત ચૌહાણ સામે 7 જેટલા ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયા છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #LootCase #MobileTheft #MorbiCrime #GujaratPolice #MorbiNews