બન્ને પેનલના આગેવાનોએ પોતાના અભિપ્રાયો જાહેર કરવાની સાથે જીતના દાવાઓ પણ કર્યામોરબી અપડેટ : મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આગામી 9 તારીખે મતદાન યોજાશે. આજે ફોર્મ ભરવાનો દિવસ છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો મળી 14 બેઠકો ઉપર ચૂંટણી જંગ જામવાનો છે. આ ચૂંટણી માટે સહકારી પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ બન્નેએ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.મગનભાઇ વડાવીયાએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી મોરબી અને રાજકોટમાં બિનરાજકીય સહકાર પેનલથી જ ચૂંટણી લડે છે. તેમની પેનલનું માનવું છે કે સહકારી ક્ષેત્રમાં રાજકારણ ન હોવું જોઈએ, તેથી તેઓ પક્ષીય રાજકારણથી દૂર રહીને મેદાનમાં છે. આ માર્કેટ યાર્ડની 5 મી ચૂંટણી છે. આ પેનલમાં સંઘના પ્રમુખો, પ્રોસેસિંગના પ્રમુખો, માળિયા સંઘના પ્રમુખો તથા બેંકના ડિરેક્ટરો સહિતના સહકારી હોદ્દેદારો જોડાયેલા છે. અગાઉની ચૂંટણીમાં લલિતભાઈ કગથરા પોતે લડ્યા હતા, જ્યારે આ વખતે તેમની પેનલ ચૂંટણી લડી રહી છે.બીજી તરફ લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે આજે ફોર્મ ભરવાનો દિવસ છે અને ખેડૂતો લાંબા સમયથી સરકાર સામે પોતાના હકો માટે આંદોલન કરી રહ્યા છે. જેતપરમાં ખેડૂતોની જમીનમાં પૂરતા ભાવ આપ્યા વિના માત્ર ઉદ્યોગપતિ અદાણી માટે વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા હોવાનો અને ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. મોરબી માર્કેટ યાર્ડમાં ભારતીય જનતા પાર્ટીના એકહથ્થુ શાસનથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સ્થિતિ બદલવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા ખેડૂતોના દીકરાઓએ 'ખેડૂત પરિવર્તન પેનલ' બનાવીને યાર્ડમાં ફોર્મ ભર્યા છે.તેમણે ખેડૂતોને ડર અને શરમ છોડીને ભાજપ સામે મતદાન કરવા અને આ ચૂંટણીને લોકશાહીના માધ્યમથી સરકારની આંખ ઉઘાડવાનું સાધન બનાવવા અપીલ કરી છે. વધુમાં તેમણે કટાક્ષ કર્યો હતો કે સરકારને 156 સીટ આપીને પછી રસ્તા પર આંદોલન કરવા નીકળવાનો કોઈ અર્થ રહેતો નથી. અન્યાયનો જવાબ આપવા માટે ચૂંટણી એ જ લોકશાહીમાં માધ્યમ છે અને આ માર્કેટ યાર્ડની ચૂંટણીથી પરિવર્તન લાવવાની તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે.#MorbiUpdate #MorbiMarketYard #MarketYardElection #MorbiNews #GujaratFarmers #MaganbhaiVadaviya #LalitbhaiKagathara #FarmersProtest