વિદ્યાર્થિનીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા: વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાના હેતુથી આયોજન કરાયુંમોરબી અપડેટ : મોરબીની પી.જી. પટેલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથોસાથ ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે 'કૃષ્ણ જન્મોત્સવ' નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં યોજાયો હતો.આ ઉત્સવ અંતર્ગત કોલેજની વિદ્યાર્થિની બહેનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ, જીવન ચરિત્ર અને જીવન મૂલ્યો પર આધારિત આકર્ષક નૃત્યો, નાટકો, ગીતો અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ કૃષ્ણના જીવન પર વિવિધ માર્મિક રજૂઆતો થઈ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને મહિલા પ્રાધ્યાપકો પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #PGPatelCollege #Janmashtami #KrishnaJanmotsav #CulturalEvent #EducationNews #MorbiNews